Picnic: નોકરી કરતા હોય કે ધંધો સતત સ્ટ્રેસ વધતો જાય છે. ગૃહિણી, વિદ્યાર્થીઓને અને વડીલોને એમનો અલગ સ્ટ્રેસ હોય છે. રોજબરોજ ના કામકાજ થી લોકો કંટાળી ને પરિવાર સાથે સમય પસાર કરવા માટે અને આરામ કરવા માટે કોઈ જગ્યા એ ફરવા માટે નું વિચારતા હોય છે તેમના માટે એક દિવસીય પ્રવાસ તથા પરિવાર સાથે અથવા મિત્રો સાથે આ પ્રવાસિક સ્થળો ની મુલાકાત લઇ શકે તેવી જગ્યાઓ લઇ ને આવ્યા છે.
વિજય નગરના પોળોના જંગલ

અમદાવાદથી આ સ્થળ 110 કિમી અંતરે આવેલું છે, અમદાવાદથી અહીં આવતા 2થી અઢી કલાક જેટલો સમય થાય છે.
એક દિવસીય પ્રવાસ, પિકનિક માટેનું ઐતિહાસિક સ્થળ છે. આ સ્થળનું નામ છે વિજયનગર, જેને પોળોના જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે.વિજયનગરનું પોળોનું આ જંગલ 3-4 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે.
પોળોના જંગલોને ખાસ કરીને વીડિયોગ્રાફી, શૂટિંગ, ફોટોગ્રાફી કે પછી પિકનીક તરીકે વધારે મહત્વ આપવામાં આવે છે. હરણાવ નદીના કાંઠે આવેલા અડાબીડ જંગલની વચ્ચે પ્રાચીન પોળોના મંદિરો આવેલા છે તેમજ અહીં આપને નગરના અવશેષો પણ જોવા મળશે.
આ જગ્યા મહારાણા પ્રતાપની વિચરણ ભૂમિ તરીકે પણ જાણીતી છે. અહીં જોવા માટે ચૌદમી-પંદરમી સદીના સોલંકીયુગનાં મંદિરો છે. અહીં વણજ ડેમ તથા ટ્રેકિંગ માટેની સુંદર કેમ્પસાઇટ આવેલી છે.
થોળ પક્ષી અભયારણ્ય

થોળ ગામની બાજુમાં 1912માં તત્કાલીન ગાયકવાડ રાજ્ય સરકારે આ તળાવનું નિર્માણ કરાવ્યું હતું. અમદાવાદથી આશરે 35 કિલો મીટરના અંતરે મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલું છે થોળ પક્ષી અભયારણ્ય અને તાળવ. થોળ પક્ષી અભયારણ્યમાં 87 પ્રજાતિનાં 57000 પક્ષીઓ હોવાનો અંદાજ છે. પક્ષી પ્રેમીઓ માટે આ સ્થળ સ્વર્ગ સમાન છે.
જંગલની વચ્ચે એકદમ શાંત વાતાવરણ દેશ-વિદેશથી આવેલાં અસંખ્ય પક્ષીઓનો સુમધુર અવાજ અહીંના વાતાવરણને વધુ આહલાદક બનાવી દે છે. તળાવની આસપાસના જંગલમાં અનેક ઘટાદાર વૃક્ષો પણ આવેલાં છે જે આ સ્થળની શોભામાં વધારો કરે છે. ફોટોગ્રાફીના શોખીનો માટે પણ અહીંના કુદરતી સૌંદર્યને કેમેરામાં કેદ કરવા દૂર દૂરથી આવતા હોય છે.ફ્લેમિંગો, રાજહંસ, વિવિધ પ્રકારના બગલા, વચેટ કાજીયો અને નકટો જેવા સુંદર પક્ષીઓ અહીં જોવા મળશે.
તારંગા હિલ સ્ટેશન

આ હિલ સ્ટેશન અમદાવાદથી 130 કિમીના અંતરે આવેલું છે.આ હિલ સ્ટેશન અરવલ્લીની પર્વતમાળાઓનો એક ભાગ છે. અને મહેસાણા જિલ્લાના સતલાસણ તાલુકામાં આવેલું છે.12મી સદીમાં અહીં શ્વેતાંબર સોલંકી રાજા કુમારપાળે ભગવાન અજિતનાથનું સુંદર મંદિર બનાવ્યું હતું. આ પહાડી વિસ્તારને જૈન સિદ્ધ ક્ષેત્ર પણ કહેવાય છે. પહાડી ઉપર ચૌદ દિગંબર અને પાંચ શ્વેતાંબર મંદિર બનાવવામાં આવેલાં છે.એવું કહેવામાં આવે છે કે આ પર્વત પરથી બૌધ્ધ દેવી તારાની મુર્તિ મળી આવી હતી તેથી આ સ્થળનું નામ તારંગા પડ્યું.
અહીંયા ચારો તરફ લીલોતરી જોવા મળે છે અને અહીંનું વાતવરણ ખુબ જ શાંત અને શુધ્ધ છે. અહીં આવીને એવો અનુભવ થશે જાણે કુદરતના ખોળામાં આવી ગયાં હોવ કારણકે, ત્યાંના પર્વતોની સુંદરતા ખુજ મનભાવન છે અને મનની શાંતિ પણ મળી રહે છે. કુદરતી વાતાવરણના શોખીન હોય તેમના માટે આ સ્થળ અતિ સુંદર છે.
તિરુપતી ઋષિવન

વિજાપુર-હિંમતનગર રોડ પર આવેલ તિરુપતિ ઋષિવન અમદાવાદથી આશરે 75 કિલો મીટરના અંતરે આવેલું છે.અંદાજે 150 એકર કરતા વધારે વિસ્તારમાં ફેલાયેલ આ અમ્યુઝમેન્ટ પાર્ક ગુજરાતનો સૌથી મોટો રિસોર્ટ અને એડવેન્ચર પાર્ક ગણાય છે.દિવાળીનું વેકેશન હોય કે ઉનાળાની રજાઓ, તહેવાર હોય કે વીક એન્ડ અહીં હંમેશા પ્રવાસીઓની ભીડ રહે છે.
તમે અહીં કપલ એક્ટિવીટી, કિડ્સ એક્ટીવીટી, બેમિંગ ઝોન, જંગલ સફારી, આર્ચરી, વોટરપાર્કમાં 25થી પણ વધારે રાઈડ્સની મજા અને 6ડી થિએટરની મજા પણ માણી શકો છો. અહીં તમને તાજમહેલ, એફીલ ટાવર અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી સહિતની દુનિયાની સાતેય અજાયબીઓની રેપ્લીકા જોવા મળશે. અહીંના શહીદ ગાર્ડનમાં તમને દેશ માટે શહાદત વહોરનારા વીરોની કૃતિઓના પણ દર્શન થશે.
ફરવા માટેનો સમય સવારે 8 વાગ્યાથી સાંજે 6:30 સુધીનો છે.અહી એન્ટ્રી ફી લેવામાં આવે છે.
લોથલ

અમદાવાદથી 80 કિલોમીટર જેટલા અંતરે આવેલા ભાલ વિસ્તારમાં આવેલું છે લોથલ. ‘લોથ’ એટલે મૃતદેહ તથા લોથલ એટલે ‘મૃતદેહોનો ઢગલો’ એવો અર્થ થાય છે.1955 આસપાસ એએસઆઈ (આર્કિયૉલૉજિકલ સરવે ઑફ ઇન્ડિયા) અધિકારીએ આ વિસ્તારમાં ખોદકામ કરાવ્યું જેમાં પ્રાચીન નગરવ્યવસ્થા અને તેના અવશેષ મળી આવ્યા હતા. લોથલનું યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ યાદીમાં નામાંકન પણ કરવામાં આવ્યું છે. શહેરની રચના આજના સમયની કૉલોની વ્યવસ્થા જેવી છે.ગંદાં પાણીના નિકાલ માટે ગટરવ્યવસ્થા હતી, જેનો છેડો નદીમાં મળતો હતો.
લોથલ રાષ્ટ્રીય મહત્વ ધરાવતી પ્રાચીન જગ્યા છે. લોથલ ખૂબજ જૂની સંસ્કૃતિ ધરોહર છે.
આ પણ વાંચો : 200 રૂપિયાથી ઓછી કિંમત વાળા રિચાર્જ પ્લાન, મળશે અનેક સુવિધાઓ
ઈન્દ્રોડા પાર્ક

ઇંદ્રોડા પાર્ક અમદાવાદથી માત્ર 25 કિલો મીટરના અંતરે આવેલ છે. આ અભયારણ્ય 400 એકર કરતા વધારે વિસ્તારમાં ફેલાયેલું છે. પ્રાણી સંગ્રહાલયમાં વાઘ, દિપડા, અજગર, શિયાળ, સાપો, સહિતનાં પ્રાણીઓ જોઈ શકાય છે. ક્રોકોડાઇલ પણ અહીં આકર્ષણનું કેન્દ્ર છે. 5થી 6 લાખ જેટલા પ્રવાસીઓ અહીં વર્ષ દરમિયાન આવે છે.ઈન્દ્રોડા પાર્કમાં 27 સાબર, 68 ચિતલ અને 96 જેટલા કાળિયાર, મગરો જેવા પ્રાણીઓ આવેલા છે. આ ઉપરાંત બે સફેદ વાઘ પણ જોઈ શકાશે.
ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન તેના ડાયનાસોર અને ફોસીલ પાર્ક, અર્થ સેક્શનના કારણે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ ઉપરાંત આ ઉદ્યાનમાં વિવિધ પ્રકારના છોડ, ક્ષુપ, વેલા અને વનસ્પતિઓ ધરાવતો વૈજ્ઞાનિક પદ્ધતિએ તૈયાર કરવામાં આવેલો બોટનીકલ ગાર્ડન પણ છે.
આ પણ વાંચો : તમે કેટલા વર્ષના થયા એ ચેક કરો, જન્મતારીખ નાખીને જાણો તમારી ઉંમર
અજેય ઈડરિયો ગઢ

ઇડર અમદાવાદથી 120 કિલોમીટર દુર આવેલું છે.અજેય ગણાતા ઇડરનાં ગઢ એ જીતનું પ્રતિક છે. અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે ઘેરાયેલું અને વિકસેલું છે ઇડર.રાજ મહેલ, મહાકાળી મંદિર, પુરાતન પંચમુખી મહાદેવનું મંદિર, પાતાળ કુંડ, દિગંબર અને શ્વેતાંબરના જૈન દેરાસરો વગેરે જોવાલાયક સ્થળોનો સમાવેશ થાય છે.પ્રાચીન મંદીરો, ખંડેરો, મૂર્તિઓ, સુશોભિત વાવો, કૂંડ અને તળાવો અહીં ભવ્ય પ્રાચીન ઈતિહાસની સાક્ષી પૂરે છે.
આ પણ વાંચો : જો તમે ભૂલથી Wi-Fi પાસવર્ડ ભૂલી ગયા છો, તો આ રીતે શોધો
મોઢરાનું સુર્ય મંદિર

મોઢેરાનું પ્રસિદ્ધ સુર્ય મંદિર અમદાવાદથી આશરે 105 કિલોમીટરના અંતરે મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલું છે. આ મંદિરનું નિર્માણ પાટણના રાજવી ભીમદેવ સોલંકી પહેલાના શાસન દરમિયાન ઈ.સ. 1026-1027માં થયું હતું. આ મંદિર પહેલાં સ્થાનિકોમાં ‘સીતાની ચૌરી’ અને ‘રામકુંડ’ તરીકે જાણીતું હતું. અલ્લાઉદ્દીન ખિલજીએ પોતાના આક્રમણ દરમિયાન મંદિરને ખૂબ જ નુકશાન પહોંચાડ્યુ હતું અને મંદિરની મૂર્તિઓ તોડફોડ કરી હતી. અત્યારે આ મંદિરને ભારતીય પુરાતત્વ ખાતા દ્વારા રાષ્ટ્રીય મહત્વનું સ્મારક જાહેર કરાયેલ છે.અહીં કલા-સ્થાપત્યનો અનેરો સંગમ જોવા મળશે. આ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે સમગ્ર મંદિરના નિર્માણમાં ક્યાંય પણ ચૂનાનો ઉપયોગ નથી કરવામાં આવ્યો.
વહેલી સવારે સૂર્ય ઊગે ત્યારે તેનાં કિરણો સીધાં ગર્ભગૃહમાં પ્રવેશીને સૂર્યપ્રતિમાના મુગટની મધ્યમાં રહેલા મણિ પર પડતાં સમગ્ર મંદિર પ્રકાશપુંજથી ઝળહળી ઊઠતું હશે. આ મંદિરના ગર્ભગૃહની બહાર સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે. સૂર્યમંદિરની આગળના ભાગમાં વિશાળ જળકુંડ છે. આ કુંડની ચારે દિશાએ નાનાં નાનાં કુલ 108 મંદિરો આવેલાં છે.
મોઢેરા સૂર્ય મંદિર સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. સૂર્ય મંદિરમાં પ્રવેશ કરવા માટે ભારતના નાગરિકે 25 રૂપિયા એન્ટ્રી ફી ચૂકવવી પડશે. 15 વર્ષથી નીચેની ઉંમરના બાળકો માટે કોઇ ચાર્જ નથી. ઓનલાઇન પેમેન્ટ પણ કરી શકો.
આ પણ વાંચો : ગુજરાત આરટીઓ નંબર કોડ, જુઓ સંપૂર્ણ માહિતી
હોમ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ ના sucab.in માધ્યમ થી વાંચી રહ્યા છો. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.