આજે ગુજરાત – રાજસ્થાન વચ્ચે અમદાવાદમાં મહાસંગ્રામ, કોણ જીતશે IPL ટ્રોફી? જાણો બન્ને ટીમોની શું છે તાકાત?

GT Vs RR IPL 2022 Live: ગુજરાત ટાઇટન્સ (GT) રાજસ્થાન રોયલ્સ (RR) ને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને રાજસ્થાને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવી 14 વર્ષ બાદ બીજી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો.

આજે ગુજરાત – રાજસ્થાન વચ્ચે અમદાવાદમાં મહાસંગ્રામ

અમદાવાદઃ IPL Final 2022 (Indian Premier League)ની 15મી સિઝન હવે એ વળાંક પર પહોંચી ગઈ છે કે જેની ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી રાહ જોઈને બેઠા હતા. આજે આ લીગનું ચેમ્પિન કોણ છે તે નક્કી થઈ જશે. દુનિયાના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં સવા લાખ જેટલા દર્શકો વચ્ચે IPL ફાઈનલ રમાવાની છે. આ સીઝનમાં ડેબ્યુ કરનારી ટીમ ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) અને IPLની પહેલી ચેમ્પિયન ટીમ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) વચ્ચે (GT Vs RR) ટ્રોફી માટે મેચ થવાની છે. IPLના પાછલા 14 વર્ષની કહાની આ સિઝનમાં જોવા મળી રહી છે, જેમાં એક ટીમ એવી છે કે જે પહેલી ચેમ્પિયન બની હતી અને બીજી ટીમ એ છે કે જેણે પોતાની સફરની શરુઆત કરી છે.

IPL 2022 Final ના મુખ્ય મહેમાન

અમદાવાદમાં રમાનારી IPL 2022 ની ફાઈનલ મેચ જોવા માટે ગૃહમંત્રી અમિત શાહ સ્ટેડિયમ પહોંચ્યાના સમાચાર છે. એવી પણ શક્યતા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ IPL ફાઈનલ જોવા આવી શકે છે. આ સમાચાર બાદ સ્ટેડિયમની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. રાત્રે 8 વાગ્યાથી ફાઇનલ મેચ ગુજરાત અને રાજસ્થાન વચ્ચે રમાશે.

IPL 2022 ફાઈનલ પહેલા જાણો કોના પર કેટલા રૂપિયાનો વરસાદ થશે

IPL 2022 ની ફાઈનલ બાદ ટીમો પર ઈનામોનો વરસાદ થશે. IPL ની ચેમ્પિયન ટીમને 20 કરોડ રૂપિયા મળશે. જ્યારે રનર્સ અપને 13 કરોડ રૂપિયા મળશે. તો ત્રીજા ક્રમે રહેલી બેંગ્લોરની ટીમને 7 કરોડ રૂપિયા મળશે. તો ચોથા ક્રમે રહેલી લખનૌની ટીમને 6.5 કરોડ રૂપિયા મળશે.

રાજસ્થાન રોયલ્સ દ્વારા મોટી પહેલ!

IPL 2022 ની ફાઇનલ મેચ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાવા જઇ રહી છે. અહેવાલો પ્રમાણે આ IPL ફાઈનલ પહેલા, રાજસ્થાન તેની IPL 2008 ની વિજેતા ટીમના સભ્યોનું સન્માન કરશે.

ગુજરાતમાં મેચ જીતાડનારા ખેલાડીઓની ભરમાર

ગુજરાતની સફળતાનું કારણ હાર્દિક પંડ્યાનું પ્રદર્શન રહ્યું છે, જેણે અત્યાર સુધીમાં 45ની એવરેજ સાથે 453 રન બનાવ્યા છે.
લીગ રાઉન્ડમાં 14માંથી 10 મેચમાં મેળવી છે જીત, પોઈન્ટ ટેબલ પર ટોપ પર રહીને પ્લેઓફમાં ક્લાવિફાય કર્યું.
પાછલી મેચમાં એટલે કે ક્લોવિફાયરમાં રાજસ્થાનને હરાવીને ગુજરાતે ફાઈનલમાં જગ્યા પાક્કી કરી હતી.
ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા સિવાય રાશિદ ખાન, ડેવિડ મિલર, રાહુલ તેવતિયા જેવા ખેલાડીઓ મેચનું પાસું બદલનારા ખેલાડી.

રાજસ્થાન રોજયલ્સના ખેલાડીઓ પણ કઈં કમ નથી

સંજુ સેમસનની કેપ્ટનશીપવાળી રાજસ્થાનની ટીમ 2008 પછી પહેલીવાર IPL ફાઈનલમાં પહોંચી છે.
રાઉન્ડ લીગમાં 9 મેચ જીતી હતીને પોઈન્ટ ટેબલ પર ટીમ બીજા નંબરે રહી હતી. 2008માં રાજસ્થાન ચેમ્પ્યિન બન્યું હતું.
લીગ રાઉન્ડ અને પહેલા ક્લોલિફાયર બન્નેમાં ગુજરાત સામે હારવાનું મનોવૈજ્ઞાનિક દબાણ રહેશે.
જોસ બટલર 824 રન બનાવીને સીઝનનો ટોપ સ્કોર અને ઓરેન્જ કેપનો પ્રબળ દાવેદાર છે. એક સિઝનમાં 4 સદી સાથે કોહલીની બરાબરી કરી છે.

GT Vs RR સંભવિત પ્લેઈંગ XI ચેમ્પિયન

Gujarat Titans: રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), શુભમન ગિલ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), મેથ્યુ વેડ, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, યશ દયાલ, આર આઈ કિશોર, અલ્ઝારી જોસેફ, મોહમ્મદ શમી

Rajasthan Royals: જોસ બટલર, યશસ્વી જાયસવાલ, સંજુ સેમસન (કેપ્ટન, વિકેટકીપર), રિયાન પરાગ, દેવદત્ત પડિક્કલ, શિમરોન હેટમાયર, આર અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, પ્રસિદ્ધ કૃષ્ણા, યુજવેન્દ્ર ચહલ, ઓબેદ મેકોય

આજે ગુજરાત – રાજસ્થાન વચ્ચે અમદાવાદમાં મહાસંગ્રામ
મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ.

Leave a Comment